યુનોમાં ભારતે પાકિસ્તાનની ધોલાઈ કરી : પોતાના જ લોકો પર બોમ્બમારો કરનાર અમને જ્ઞાન આપે નહીં !
(એજન્સી) ન્યુયોર્ક તા.21
યુએનમાં ફરી કાશ્મીરનો રાગ આલાપી માનવ અધિકારની વાતો કરનારને ભારતે પાકિસ્તાનને યુએનમાં બરાબરનું ધોઈ નાખ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને વરિષ્ઠ રાજદ્વારી હરિશ પર્વત નેનીએ પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું હતું કે પોતાના જ લોકો પર બોમ્બમારો કરનાર પાકિસ્તાન અમને જ્ઞાન ન આપે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર કાશ્મીર રાગ આલાપીને ભારત પર કટાક્ષ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને વરિષ્ઠ રાજદ્વારી હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનનો ઘોર પરાજય કરતા તેને આકરી શિખામણ આપી છે.
ભારતે કડક શબ્દોમાં સંભળાવી દીધું છે કે, જે દેશનો પોતાનો ઈતિહાસ નરસંહારના કાળા કારનામાઓથી ખરડાયેલો છે, તે માનવાધિકારના નામે ભારતની આંતરિક બાબતો પર બોલે તે સૌથી મોટી મજાક છે.


