રાજકોટમાં સામુહીક આપઘાતની ઘટના : બે માસુમ પુત્રીઓની હત્યા કરી માતાએ આત્મહત્યા કરી લીધી

રાજકોટમાં સામુહીક આપઘાતની ઘટના : બે માસુમ પુત્રીઓની હત્યા કરી માતાએ આત્મહત્યા કરી લીધી

રાજકોટ તા.૧૪
રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના બની છે. નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીઓને નાયલોનની દોરી વળે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, શક્તિ સોસાયટીની શેરી નંબર ૬માં રહેતા ૩૨ વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરી ૭ વર્ષની પ્રિયાંશી અને ૫ાંચ વર્ષની ર્હષિતાની હત્યા નીપજાવી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યનાં કરુણ મોતને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને શોકનું મોજું ફરી વળ્યું હતું.