ર૦ર૯માં જ વન નેશન - વન ઈલેકશન લાગુ થઈ જવાની સંભાવના

ર૦ર૯માં જ વન નેશન - વન ઈલેકશન લાગુ થઈ જવાની સંભાવના

(એજન્સી) નવી દિલ્હી તા. રપ
વન નેશન વન ઇલેક્શન બિલ વર્ષ ૨૦૩૪ ને બદલે ૨૦૨૯ માં લાગુ કરી શકાય છે. એટલે કે એ થાય કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૯માં એકસાથે યોજાઈ શકે છે. જેપીસીના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચર્ચા કરાયેલા ૯૯ ટકા સ્ટેક હોલ્ડરો આ દરખાસ્તના પક્ષમાં છે. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે, રાજકીય ઇચ્છાશક્તિને જાેતાં તેનો ખરેખર વર્ષ ૨૦૨૯ સુધીમાં અમલ થઈ શકે છે.
ભારતમાં વન નેશન વન ઇલેક્શન બિલ મુદ્દે કવાયત તેજ કરવામાં આવી છે. બંધારણના ૧૨૯માં સુધારા અંગે જેપીસી દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. જેમાં સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષ નેતાઓ પણ સામેલ થઇ રહ્યા છે. આ બિલ અંગે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે હાજરી આપી હતી. તેમજ ટીએમસી સાંસદ સાગરિકા ઘોષ અને એનસીપી (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલેએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. જાેકે, વિપક્ષ વન નેશન વન ઇલેક્શન બિલનો  વિરોધ કરી રહ્યો છે.