લિયોનલ મેસ્સીનું શનિવારે ભારતમાં આગમન : દેશભરમાં મેસ્સી મેનીયા છવાશે

લિયોનલ મેસ્સીનું શનિવારે ભારતમાં આગમન : દેશભરમાં મેસ્સી મેનીયા છવાશે
BBC

(એજન્સી)        કોલકત્તા તા.૧૧:
વિશ્વભરના કરોડો ફૂટબોલ પ્રેમીઓનો હૃદયસમ્રાટ અને આર્જેન્ટીનાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન લિયોનલ મેસી ૧૪ વર્ષના લાંબા સમય બાદ ફરી એકવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે મેસી માત્ર કોલકાતા જ નહીં પરંતુ દિલ્હી સહિત કુલ ૪ શહેરોનો પ્રવાસ કરશે. ૩ દિવસના આ ભરચક કાર્યક્રમને લઈને ભારતીય ચાહકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેસીની એક ઝલક મેળવવા માટે અત્યારથી જ ભારે પડાપડી થવાની સંભાવના છે આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનલ મેસી ૧૩ ડિસેમ્બરના રોજ કોલકાતામાં લેન્ડ થશે. તેમનો આ પ્રવાસ ૧૩ થી ૧૫ ડિસેમ્બર એમ કુલ ૩ દિવસ સુધી ચાલશે, જેમાં તેઓ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી એમ ચાર મહાનગરોની મુલાકાત લેશે. દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત અને કોલકાતામાં ચાહકો સાથે રૂબરૂ થવાનો કાર્યક્રમ આ પ્રવાસના મુખ્ય આકર્ષણો રહેશે.