વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને આજે રપ વર્ષ પૂર્ણ
વિકસીત ભારત માટે વડાપ્રધાન મોદીનો નવો નારો - ‘વી વીલ ડુ ઈટ’
(એજન્સી) નવી દિલ્હી તા.૭:
વડાપ્રધાન મોદીને સત્તામાં આજે ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. જેથી ભાજપ દ્વારા આજે દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ઓકટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યાંથી તેમની સફળ શરૂ થઈ હતી. આજે ૭ ઓકટોબર ૨૦૨૬માં પણ તેઓ સત્તા પર છે. પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે સત્તામાં તેમને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલ કાર્યક્રમને સંબોધન કરતા વિકસીત ભારત માટે નવો નારો આપતા કહ્યું કે, વી વીલ ડુ ઈટ- આપણે તે કરી શકીશું. આ બાદ તેમણે કહ્યું, "હું એક એવો વ્યક્તિ છું જે મહત્વાકાંક્ષા માટે નહીં, પરંતુ એક મિશન માટે જીવે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવનમાં શું બનીશ. જેણે મને પાડ્યો, તેણે મને કેવી રીતે ઉભા થવું તે શીખવ્યું. જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની શક્તિ શીખવી. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારું શીખવાનું ક્યારેય ખૂટે નહીં.
પીએમ મોદીએ કહ્યું, હું જેટલું પાછળ ફરીને જોઉં છું, તેટલું જ હું કૃતજ્ઞતા અનુભવું છું. દરેક ઘટનાએ મને કંઈક શીખવ્યું છે. તેણે મને નમ્ર બનવાનું શીખવ્યું. જેણે મને નીચે ઉતાર્યો તેણે મને ઉભા થવાનું શીખવ્યું. જેણે મારો વિરોધ કર્યો તેણે મને લોકશાહીની શક્તિ શીખવી. દરેક કટોકટી મારા ધીરજની કસોટી હતી. દરેક સિદ્ધિએ મને મોટા લક્ષ્યો તરફ આગળ વધવાની શક્તિ આપી તેમ તેમણે કહ્યું હતું.


