વિસાવદરનાં નવી ચાવંડ ગામે વાડીનાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી : રૂા.પ,ર૮,૯ર૦ના મુદ્દામાલ સાથે ૧૭ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૩
વિસાવદરના નવી ચાવંડ ગામે વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર વિસાવદર પોલીસે દરોડો પાડી ૧૭ શખ્સોને રૂા.પ,ર૮,૯ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસે નવી ચાવંડ ગામે ક્રિષ્ના બચુભાઈ વીંછીયાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમવા આવેલ હરેશ ઉર્ફે હરસુખ કાથડ ધાધલ, વનરાજ ઉર્ફે શીકારી રણુ ખુમાણ, વિજય ભાભલુ ચાંક, અજયભારથી સુખદેવભારથી, ભુપત મંગળુ ધાંધલ, પ્રકાશ સુરેશ સાગઠીયા, હરજી સોમા રાઠોડ, અરવીંદ ભીખા રાઠોડ, સાજીદ રહીમ કાળવાતર, ભુપેન્દ્ર ગેલણ મકવાણા, સરફરાજ ઈકબાલ કુરેશી, વિશાલ ઉર્ફે લાલો કેશુ લગધીર, મયુર રમેશચંદ્ર ખુંટ, પ્રભુદાસ નરસી કમાણી, ધીરજ માધા ચુડાસમા, જય જગદીશ મશરૂ, વિક્રમ શાર્દુલ ચાવડાને રૂા.૧,ર૩,૯ર૦ રોકડ, ૧૬ મોબાઈલ કિ.રૂા.૧,૩પ,૦૦૦, ૩ વહન કિ.રૂા.ર,૭૦,૦૦૦ મળી કુલ રૂા.પ,ર૮,૯ર૦ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધેલ જયારે ક્રિષ્ના બચુભાઈ વીંછીયા હાજર નહી મળી આવતા પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ ૪, પ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.


