શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘા સાથે શણગાર કરાયો

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘા સાથે શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૦
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા. ૧૦-૦૨-૨૦૨૬ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને મોરની ડીઝાઇનવાળા વાઘા  એવં રંગબેરંગી  ઓકિર્ડ-શેવંતીના ફુલોનો શણગાર કરાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે  મંગળા આરતી અને  સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.