શ્રી કષ્ટભંજનદેવ દાદાને ઓકિર્ડના પુષ્પોનો દિવ્ય શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ઓકિર્ડના પુષ્પોનો દિવ્ય શણગાર અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૮
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા) ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે તા.28-04-2026, મંગળવારના રોજ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વિશેષ ફૂલની ડિઝાઈનના કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા.સમગ્ર સિંહાસનને વિદેશી ઓકિર્ડના ફૂલો વડે અત્યંત આકર્ષક અને દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવી પ્રસાદનો ભોગ લગાડવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી."આજના પવિત્ર મંગળવારે દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર ‘જય કષ્ટભંજન‘ ના નાદથી ગુંજી ઉઠયું હતું. "અનેક શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન અને અન્નકૂટના દર્શનનો લાભ લઈ મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.