સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે આંતર હાઉસ ડિબેટ સ્પર્ધા યોજાઈ 

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે આંતર હાઉસ ડિબેટ સ્પર્ધા યોજાઈ 

જૂનાગઢ, તા.૬
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, જૂનાગઢ ખાતે તા.૧/૧૦/૨૦૨૬ને ગુરૂવારના રોજ આંતર હાઉસ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો વિષય હતો- ‘પુસ્તક વાંચન વિ. સ્ક્રીન સ્ક્રોલીંગ. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ બે ટીમમાં વહેંચાયા હતા. એક ટીમે પુસ્તક વાંચનના સમર્થનમાં દલીલ કરી હતી કે પુસ્તકો એકાગ્રતા વધારે છે, યાદશક્તિ તેજ કરે છે, આંખોને નુકસાન કરતા નથી અને ઊંડું જ્ઞાન આપે છે. જ્યારે સામેની ટીમે સ્ક્રીન સ્ક્રોલીંગ ના ફાયદા જણાવતા કહ્યું કે મોબાઈલ અને ટેબ્લેટથી વિશ્વની તમામ માહિતી આંગળીના ટેરવે મળે છે. આમ, બંને ટીમના સ્પર્ધકોએ અંગ્રેજીમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. આચાર્યએ વિદ્યાર્થીઓની રજૂઆત અને તર્કશક્તિની ખૂબ જ પ્રશંસા કરી હતી. અંતે સ્પર્ધાના શ્રેષ્ઠ વક્તાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.