સંસદના ચોમાસુ સત્રનાં અંતિમ દિવસે ‘વંદે માતરમ્’ બાદ એક મિનીટમાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત
નીટ પેપરલીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનાં મુદ્દે સંસદ પરીસરમાં સતાપક્ષ અને વિપક્ષી સાંસદોનું વિરોધ પ્રદર્શન : ભારે હોબાળો
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩
ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે લોકસભાની કાર્યવાહી એક મિનિટ પણ ચાલી નહીં. સ્પીકર ઓમ બિરલાએ વંદે માતરમ ગવડાવ્યું અને ત્યારબાદ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી શાહ સહિત આખી કેબિનેટ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. ૨૦ જુલાઈથી શરૂ થયેલા સત્રમાં વિપક્ષ દ્ગઈઈ્ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીને લઈને સતત હોબાળો કરી રહ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે જંતર-મંતર પ્રદર્શન પર સંસદમાં ચર્ચા કરવાની ઓફર કરતા સ્પીકરને પત્ર લખ્યો છે. સમય નક્કી થતાં તેઓ ગુરુવારે જવાબ આપી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને શાહનું “લેક્ચર” નથી જોઈતું, પહેલા જણાવો કે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, ‘હું સંપૂર્ણપણે નિરાશ છું. સરકાર ચર્ચા ઈચ્છે છે, પરંતુ વિપક્ષ ભાગી રહ્યો છે.’ તેમણે કહ્યું કે જો વિપક્ષ તૈયાર હોય તો સત્ર લંબાવી શકાય છે.


