૧૦૮ની પ્રસંનીય કામગીરી : એક વૃદ્ધ મહિલાને ઝેરી સાપ કરડતા ભેંસાણ ૧૦૮ વ્હારે આવી

૧૦૮ની પ્રસંનીય કામગીરી : એક વૃદ્ધ મહિલાને ઝેરી સાપ કરડતા ભેંસાણ ૧૦૮ વ્હારે આવી

(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા.૧૭
ગઈકાલે રાતના અરસામાં ભેંસાણ ૧૦૮ને એક કોલ મળેલ કે ભેંસાણ તાલુકાના એક મેંદપરા ગામે એક વૃદ્ધ મહિલાને ઝેરી સાપે ડંખ મારેલ એવો કોલ મળેલ કોલ આવતાની સાથે જ ભેંસાણ ૧૦૮ના કર્મચારી ઈ.મ.ટી. વિશાલભાઈ કાથડ અને પાયલોટ નિકુંજભાઈ ગઢવી સમય બગાડિયા વગર તરતજ ઘટનાસ્થળ પર જવા રવાના થયાં ત્યાં પોંહચાતાની સાથે જ એક વૃદ્ધ મહિલાને ઝેરી સાપે ડંખ મારેલ અને થોડી દર્દીની પરિસ્થિતિ ખરાબ હોય અને ઈ.મ. ટી.ઉપર બેઠેલા ડો.મંથન જોડે વાત કરી દર્દીની બધી કન્ડિશન જણાવીને જરૂરી સારવાર જેમ કે Oxygen,Spinliting inj.Asv,and inj, Hydrocrot and inj. Avil ઈન્જેકશન આપી વધુ સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આમ સમય સૂચકતાની સાથે એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો એ બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી જયેશગીરી મેઘનાથી અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.