૪૧ વર્ષની ઉંમરે બીજીવાર માતા બનવા જઈ રહી છે માહિરા ખાન, ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

સલીમ કરીમ સાથે લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ દંપતીના પ્રથમ બાળકનું થશે આગમન; માહિરાને પહેલા લગ્નથી પુત્ર અઝલાન

૪૧ વર્ષની ઉંમરે બીજીવાર માતા બનવા જઈ રહી છે માહિરા ખાન, ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

મુંબઈ, તા.૧૫
પાકિસ્તાની અભિનેત્રી અને ‘રઈસ’ ફેમ માહિરા ખાનના ઘરે ફરી ખુશખબર આવવાની છે. ૪૧ વર્ષની માહિરા બીજીવાર માતા બનવા જઈ રહી છે. બિઝનેસમેન સલીમ કરીમ સાથે લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ આ દંપતી પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની તૈયારીમાં છે. માહિરાએ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
રેડ કાર્પેટ પર માહિરા ઢીલા અને ભવ્ય સફેદ ગાઉનમાં જોવા મળી હતી. સામે આવેલી તસવીરોમાં તે પોતાના બેબી બમ્પ પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળી હતી. તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો તરફથી તેને શુભેચ્છાઓ મળી રહી છે.
માહિરા ખાને ઓક્ટોબર ૨૦૨૩માં બિઝનેસમેન સલીમ કરીમ સાથે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. આ માહિરાના બીજા લગ્ન છે. માહિરાને તેના પૂર્વ પતિ અલી અસ્કરી સાથેના લગ્નથી અઝલાન નામનો પુત્ર છે. સલીમ કરીમ સાથેના લગ્ન વખતે અઝલાન પોતાની માતાનો હાથ પકડીને તેને લગ્ન સ્થળ સુધી લઈ ગયો હતો અને તે ક્ષણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઈ હતી.
હવે માહિરા અને સલીમ પોતાના પ્રથમ બાળકનું સાથે મળીને સ્વાગત કરવા જઈ રહ્યા છે, જ્યારે માહિરા માટે આ તેનું બીજું સંતાન હશે.
માહિરા ખાન પાકિસ્તાની ફિલ્મો અને ટેલિવિઝન ઉપરાંત ભારતીય દર્શકોમાં પણ જાણીતું નામ છે. તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં મુખ્ય ભૂમિકા ભજવીને બોલિવૂડમાં ઓળખ મેળવી હતી. આ ઉપરાંત ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’, ‘બિન રોય’ અને ‘સુપરસ્ટાર’ જેવી ફિલ્મો તેમજ ‘શેહર-એ-ઝાત’ અને ‘સદકે તુમ્હારે’ જેવા ટીવી શોમાં તેના અભિનયને પણ પ્રશંસા મળી છે.