૮૧૦૦૦ મેટ્રીકટન ખનીજતેલ લઈને ત્રીજુ જહાજ ગુજરાત પહોંચ્યું

૮૧૦૦૦ મેટ્રીકટન ખનીજતેલ લઈને ત્રીજુ જહાજ ગુજરાત પહોંચ્યું

(એજન્સી)   નવી દિલ્હી,તા.૧૮ : 
ગુજરાતના કાંઠેથી ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. ત્રીજુ જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું છે. મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી જહાજ પહોંચ્યું છે. મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું છે. આ જહાજ ૮૧ હજાર મેટ્રિક ટન કાચું તેલ લઈને આવ્યું છે. અગાઉ LPGના મોટા જથ્થા સાથે બે જહાજ આવી ચૂક્યા છે.
ભારતીય તેલ ટેન્કર, જગ લાડકી જે શનિવારે UAEના ફુજૈરા બંદરેથી રવાના થયું હતું. નોંધનીય છે કે, તે જ દિવસે ત્યાં તેલ ટમિર્નલ પર હુમલો થયો હતો. જે આજે સવારે મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. આ જહાજ લગભગ ૮૧,૦૦૦ ટન મુર્બન ક્રૂડનું પરિવહન કરી રહ્યું છે, જે શ્ખ્ચ્માં ઉત્પાદિત ક્રૂડ તેલનો મુખ્ય ગ્રેડ છે.
આ પહેલા પહેલું શિવાલીક જહાજ મુન્દ્રા બંદરે આવ્યું હતું. બીજુ નંદાદેવી જહાજ વાડીનાર બંદરે આવ્યું હતું. ત્યારે હવે કાચા તેલના જથ્થા સાથે ત્રીજુ જહાજ આવી ગયું છે. ‘શિવાલિક‘ પહેલાથી જ ૪૬,૦૦૦ ટન એલપીજી લઈને મુન્દ્રા પહોંચી ગયું હતું, જ્યારે ‘નંદા દેવી‘ જહાજ ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું હતું. આ બધા જહાજો સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા પછી ભારત પહોંચ્યા છે.