1 જુલાઈથી આધાર નિયમ બદલાશે : અપડેટ કરવા માટે હવે કોઈ ફી ચુકવવી નહીં પડે

1 જુલાઈથી આધાર નિયમ બદલાશે : અપડેટ કરવા માટે હવે કોઈ ફી ચુકવવી નહીં પડે

નવી દિલ્હી,તા.23: 
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ જાહેરાત કરી છે કે, 1 જુલાઈ, 2026થી આધાર મોબાઇલ એપ દ્વારા ઇમેઇલ ID અપડેટ કરવા માટે હવે 75 રૂપિયા ફી ચૂકવવી પડશે નહીં. જોકે, આ મુકિત મર્યાદિત સમયગાળા માટે રહેશે. આધાર કાર્ડ દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે, જેનો વ્યાપકપણે બેંકિગ, સરકારી યોજનાઓ, ડિજિટલ સેવાઓ અને વિવિધ વેરિફિકેશન પ્રક્રિયાઓ માટે ઉપયોગ થાય છે. પરિણામે, આ જાહેરાત આધાર ધારકો માટે મહત્વપૂર્ણ છે. મીડિયા અહેવાલ મુજબ, UIDAIએ આ મફત સવિર્સની જાહેરાત કરતી સૂચના જારી કરી છે. હાલમાં આધારમાં ઇમેઇલ ID અપડેટ કરવા માટે રૂા.75ની ફી લેવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે 1 જુલાઈ, 2026થી 31 ડિસેમ્બર, 2026 સુધી આધાર મોબાઇલ એપ દ્વારા તેમના ઇમેઇલ અપડેટ કરનારા વ્યકિતઓએ આ ફી ચૂકવવી પડશે નહીં.
આ છૂટ ફકત આધાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા ઇમેઇલ અપડેટ્સ પર લાગુ પડે છે. જો કોઈ વ્યકિત અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તેમના ઇમેઇલ અપડેટ કરે છે, તો રૂ.75 ફી લાગુ થઈ શકે છે.