યુરિયા-DAP ભરેલા 4 ભારતીય જહાજાે હોર્મુઝમાંથી સલામત પસાર થઈ ગયા
નવી દિલ્હી તા.23:
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે, થોડી રાહત મળી છે. યુરિયા, ડીએપી અને સલ્ફરથી ભરેલા ચાર જહાજો હોર્મુઝ સ્ટ્રેટને પાર કરીને સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આનાથી દેશમાં ખાતરની અછત અંગેની ચિતાઓ ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ છે. આ ચાર જહાજો ગુજરાતના મુન્દ્રા, આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને કાકીનાડા અને ઓડિશાના પારાદીપ બંદરે પહોંચશે. ગયા અઠવાડિયે, ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારત માટે ખાતર વહન કરતા 16 જહાજો હોર્મુઝમાં ફસાયેલા છે. આ જહાજો આશરે 700,000 ટન ખાતર લઈને ભારત આવી રહ્યા હતા. જે પછી એવી ચિંતા વધી હતી કે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો તે ભારતના ખાતર પુરવઠા પર અસર કરી શકે છે. જોકે, સરકારે પહેલાથી જ વ્યવસ્થા કરી લીધી હતી.


