384 જીવન રક્ષક દવાઓના ભાવમાં હવે ઇમરજન્સી વધારો કરવામાં આવશે

384 જીવન રક્ષક દવાઓના ભાવમાં હવે ઇમરજન્સી વધારો કરવામાં આવશે

(એજન્સી)   નવી દિલ્હી, તા.22
પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધની અસર હવે ભારતમાં દવાઓની કિંમત પર પણ દેખાઈ શકે છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વાર ‘ઈમરજન્સી વધારો‘ કરવા પર વિચાર કરી રહી છે, આ અસ્થાયી વધારો હશે.
દવા ઉદ્યોગનું કહેવું છે કે, પશ્ચિમ એશિયા સંકટ બાર અનેક રસાયણો અને કાચા માલની કિંમતોમાં 200થી300 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત પેકેજીંગ સામગ્રી અને પરિવહન ખર્ચ પણ વધી ગયો છે.
સરકારી અધિકારીઓ અને દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના અનુસાર આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધી મુલ્ય નિર્ધારણ ઓથોરિટી, ફાર્માસ્યુટીકલ્સ વિભાગ અને વાણિજય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
સૂત્રો મુજબ રાહતની વાત એ છે કે, સરકાર આ વધારાને સ્થાયી (કાયમી) નહીં રાખે. જેવી આંતરરાષ્ટ્રીય બજારમાં હાલત સુધરશે અને પુરવઠો સામાન્ય થશે તો વધેલી કિંમત પાછી ખેંચી લેવામાં આવશે.
પ્રસ્તાવમાં સામેલ દવાઓમાં એન્ટીબાયોટિકસ,  હૃદયરોગની દવાઓ, દર્દ નિવારક, સ્ટેરોઈડ  અને વિટામીન જેવી દવાઓ સામેલ છે.