PoKમાં પાક. સૈન્યના ગોળીબારમાં ૪૦ના મોત : ર૦૦ થી વધુ ઘાયલ

PoKમાં પાક. સૈન્યના ગોળીબારમાં ૪૦ના મોત : ર૦૦ થી વધુ ઘાયલ

(એજન્સી)  મુઝફફરાબાદ,તા.૩૦:
પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં લોંગ માર્ચ દરમિયાન પાકિસ્તાની સેનાના કથિત ગોળીબારમાં ૪૦ લોકો માર્યા ગયા છે અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા છે. આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો છે, અને માનવ અધિકાર સંગઠનોએ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (પીઓકે) માં જોઈન્ટ આવામી એક્શન કમિટી દ્વારા આયોજિત લોંગ માર્ચ પર પાકિસ્તાની સેના અને રેન્જર્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ચાલીસ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હિસા બાદ, પીઓકેના ઘણા વિસ્તારોમાં આગ લાગી છે, અને મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો છે.
૫ જૂનથી સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનમાં સ્થાનિક નાગરિકો માટે આર્થિક અને નાગરિક અધિકારોની માંગણી કરતા સામાન્ય નાગરિકો સામેલ હતા. જ્યારે હજારો વિરોધીઓ, સફેદ ધ્વજ લઈને, રાવલકોટથી મુઝફફરાબાદ તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની સુરક્ષા દળોએ તેમના પર સીધા ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.  ઘટના પછી માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે.