અયોધ્યા રામ મંદિર દાન ચોરીની રકમનું શેરબજારમાં રોકાણ કરાયું - વ્યાજે પણ અપાઈ : તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરીની રકમનું શેરબજારમાં રોકાણ કરાયું - વ્યાજે પણ અપાઈ : તપાસમાં ચોંકાવનારા ખુલાસા

(એજન્સી)       અયોધ્યા તા.10:
અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરના દાનમાં થયેલી કથિત ઉચાપતના મામલાની તપાસમાં બહાર આવ્યું છે કે ચોરીની અમુક રક્તનું શેરબજારમાં રોકાણ કરાયું હતું અને કેટલીક રકમથી વ્યાજનો થશે પણ ચાલુ કરાયો હતો. આ ઉપરાંત આરોપીઓ પોતાના સગાં-સંબંધીઓ અને નજીકના સાથીઓ મારફત બેન્કોમાં નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓના ઘરોમાં કરાયેલી તપાસ દરમિયાન રોકડ રકમના બંડલ, સોનાના દાગીના તેમજ એક કાર મળી આવી હતી. જોકે કેટલી રોકડ મળી અને ક્યા આરોપીના ઘરમાંથી શું જપ્ત થયું તે અંગે પોલીસે કોઈ સત્તાવાર માહિતી ન હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન અનુકલ્પ મિશ્રા અને સહઆરોપી અવિનાશે કબૂલાત કરી હતી કે ચોરીની રકમનો ઉપયોગ શેરબજારમાં રોકાણ કરવા અને વ્યાજે પૈસા આપવાના ધંધામાં કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાના નજીકના સાથીઓ અને સગાંઓમાં રકમ વહેંચી હતી અને બાદમાં તેજ રકમ ફરી પોતાના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવીને નાણાકીય વ્યવહારો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અનુકલ્પ મિશ્રાની પૂછપરછ બાદ પોલીસે અયોધ્યામાં આવેલા તેના ઘરમાં દરોડો પાડી તેના નામે ખરીદવામાં આવેલી એક એકર જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. દસ્તાવેજો મુજબ આ જમીન આશરે 3.6.7 લાખમાં ખરીદવામાં આવી હતી, પરંતુ હાલમાં તેની બજાર કિમત અનેકગણી વધુ છે.