જંતર-મંતર ખાતે સીજેપીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ : દિલ્હી પોલીસે કુચ રોકી
નવી દિલ્હી તા.20:
જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ આજે સંસદભવન ભણી કુચની જાહેરાત કરતા જ આજે વહેલી સવારથી દિલ્હી તથા આસપાસના ક્ષેત્રમાંથી હજારો યુવાઓ જંતર મંતર ખાતે ઉમટયા છે અને તેઓએ સંસદભવન ભણી કૂચ શરુ કરતા પોલીસે તેમને અટકાવવા લાઠીચાર્જ શરુ કરી દીધો છે અને જબરુ ઘમાસાણ શરૂ થયુ છે. તો બીજી તરફ દિલ્હીને પુરા 15 ઝોનમાં વહેચી જંતર મંતરની સંસદભવન તથા વડાપ્રધાનના આવાસ સુધી નો-ગો-ઝોન જાહેર કરીને કોઈને ત્યાંથી કુચ, ધરણા, દેખાવો કે વિરોધ યોજવા સામે નવા ભારત નાગરિક સુરક્ષા ધારાની કલમ 163 (જુની 144) નો અમલ કરવા અર્ધલશ્કરી દળોની ૨૫ બટલીયન ખડકી દીધી છે.
દિલ્હી પોલીસે કૂચ સામે યુદ્ધ જાહેર કર્યુ હોય તેમ માર્ગો પર આડચો તથા ઠેર ઠેર પોલીસ દળો ખડકી દીધા છે. વોટર કેનન તથા પરીસ્થિતિ વણસે તો તેના પર પણ કાબુમાં લેવા કાર્યવાહી થઈ રહી છે.
દિલ્હી પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ભારે બેરિકેડિંગ કરી રાખી છે. 30 થી 35 હજાર પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઝ્રત્નઁનો માર્ચ સવારે 9 વાગ્યે શરૂ થવાનો હતો. મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને ઇછહ્લના જવાનો તૈનાત છે. પોલીસનું કહેવું છે કે માર્ચ માટે મંજૂરી આપવામાં આવી નથી.
બીજી તરફ, ઝ્રત્નઁના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે અમને કોઈ રોકી શકશે નહીં. સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. બીજી તરફ, 23 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા માટે 3 શરતો મૂકી છે. પહેલી- સરકાર શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકની જવાબદારી લે. બીજી- ઝ્રત્નઁ પ્રતિનિધિમંડળને સંસદમાં જવા દેવામાં આવે અને સાંસદો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે. ત્રીજી- જો સ્વાસ્થ્ય કારણોસર આવું શક્ય ન હોય તો સાંસદો સફદરજંગ હોસ્પિટલ આવીને આ જ ખાતરી આપે.


