ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર-નિવાસ સ્થાને આવકવેરાની ટીમો ત્રાટકી

ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર-નિવાસ સ્થાને આવકવેરાની ટીમો ત્રાટકી

(બ્યુરો)         ગાંધીનગર તા.૧૨
ગાંધીનગરમાં આજે વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે ૈં્ ટીમ ત્રાટકી હતી. ૈં્ની એક ટીમ સેકટર ૨૬ કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર ૧૧માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટીની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળ ૨૦૨૨ ગુજરાત વિધાનસભા અને લોકસભા ૨૦૨૪ની ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીના કુલ ૮ ઉમેદવારને ૧૧,૪૯૬ મત મળ્યા હતા જ્યારે રૂા.૯૫૭ કરોડનું દાન મળ્યું હતું.