માંગરોળ ખાતે ગાયન વાદન અને નૃત્યનો અનોખો કાર્યક્રમ વિરાસત યોજાયો
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ, તા.26
તાજેતરમાં શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ગોપાલ કૃષ્ણ ગૌશાળા માંગરોળ ખાતે ગાયન વાદન અને નૃત્યનો અનોખો કાર્યક્રમ વિરાસત યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગરના આર્થિક સહયોગી તેમજ સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ તેમજ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય નગર સેવા સદન માંગરોળના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણિયા દ્વારા તથા મુખ્ય મહેમાન ભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્ય માંગરોળ તેમજ અતિથિ વિશેષ તરીકે વેલજીભાઈ મસાણી, લિનેશભાઈ સોમૈયા, નરેન્દ્ર સિંહ ડોડીયા, પરેશભાઈ જોશી, મિહિરભાઈ વ્યાસ, દીપેશભાઈ વોરા, નિલેશભાઈ વોરા તથા સુરતથી વિશેષ ઉપસ્થિત ડોક્ટર હેમાંગભાઈ વ્યાસની હાજરીએ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સર્વપ્રથમ કથક નૃત્યના અમિત પંડિતજી મુંબઈ દ્વારા શિવ સ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મલ્હાર સંગીત વિદ્યાલયના કલા ગુરૂ સુનિલભાઈ કાચા, કોમલબેન સાલસિયા, કોમલબેન કરગઠિયા, જાનકીબેન દાફડા, જયદીપ બારીયા, વૈદેહી કાચા, માધવ તન્ના, અને અભય ગરેજા દ્વારા સુંદર પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવી તેમજ ત્યારબાદ મલ્હાર સંગીત વિદ્યાલયના તબલા સાધકો અભય ગરેજા, કેવલ ગોહેલ, રોનક ભસ્તાના, મીત ઠાકર, પ્રિયાંશુ કાચા, અને માધવ તન્ના દ્વારા તાલ કચેરીની રજૂઆત કરવામાં આવી જેને કલા રસિકોને મંત્રમુગ્ધ કરી દીધા ત્યારબાદ ગૌરવભાઈ પટેલ દ્વારા વાયોલીન વાદનની રજૂઆત થઈ તેમની સાથે તબલા સંગાથ સુરતથી પધારેલા ઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી ત્યારબાદ અંતે શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના કલા ગુરૂ વિપુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. ગાયનની સાથે હાર્મોનિયમ સંગાથ વિશાલભાઈ વાઘેલા તેમજ તબલા સંગત ઓમભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી. અંતે રાગ ભૈરવીમાં માતાજીની સ્તુતિ કરી કાર્યક્રમને પૂર્ણ કરેલ. આ કાર્યક્રમમાં ઉદ્ભોષક તરીકે આશિષભાઈ પંડ્યાએ ખુબ સરાહનીય કાર્ય કર્યું. આ પ્રસંગે ખાસ સુરતથી પધારેલા ડો. હેમાંગ વ્યાસ તેમજ માંગરોળની કલા રસિક જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. અંતમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરૂ સુનિલભાઈ કાચાએ પધારેલા સર્વે આમંત્રિત મહેમાનો તેમજ કલા રસિક જનતા તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ઉપયોગી તેવા નિલેશભાઈ સાગઠીયા અને ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લીનેશભાઈ સોમૈયાનો હૃદયપૂર્વક આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.


