માણાવદર તાલુકાના પ્રસિદ્ધ હડમતાલી હનુમાન મંદિર જવાનો નવો પુલ શરૂ થયો
માણાવદર જાંબુડાના ખેડૂતોને ખેતરમાં જવા માટે ખૂબ સારૂં કામ થયું : મંદિરે દરરોજ અનેક નાગરિકો ભક્તો આવે છે જે વરદાન રૂપ સાબિત થશે
(ગીરીશ પટેલ દ્વારા)
માણાવદર તા.18
માણાવદરના પ્રાચીન અને તાલુકામાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ હડમતાલી હનુમાન મંદિર માં દરરોજ અનેક નાગરિકો ભક્તજનો આવે છે હનુમાન જયંતીની સૌથી મોટું રસોડું અને પ્રસાદી બને અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે જબર જશ ટીમ વર્ક સાથે હનુમાન જયંતીની ઉજવણીની કામગીરી જાેવા જેવી હોય છે. તેવા લોકો માટે ઉપયોગી મંદિરને માણાવદર અને જાંબુડા સીમ વિસ્તારમાં ખેતરે જવા આવવા ખાસ ચોમાસામાં પુલ નીચો હતો અને નદીનું પાણી પૂર આવે તેથી તમામ ખેડૂતો, ભક્તો આમ નાગરિકો ને નીચા પુલ ઉપરથી પસાર થવું જાેખમી સાબિત થતું હતું. આમ જનતાનાં હિતમાં આ જવાનો પુલ પહેલા નીચો હતો જેથી પૂર પાણીના કારણે આવન જાવનમાં મુશ્કેલી પડી હતી જેમાં મુખ્યમંત્રી સુવર્ણ જયંતિવર્ષ ઉજવણીમાંથી ગ્રાન્ટ ફાળવી હતી. જેથી કાયમી ધોરણે ઊંચો પુલ બનાવવાથી તમામ લોકોની મુશ્કેલીનો ઉકેલ આવી શકે તેમ છે.


