શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય ‘બટરફ્લાય થીમ‘ના વાઘાનો શણગાર અને ફળોનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય ‘બટરફ્લાય થીમ‘ના વાઘાનો શણગાર અને ફળોનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.21
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામશ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે આજે તા.21-07-2026, મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને શ્વેત અને વાદળી રંગના વસ્ત્રો પર પતંગિયા અને ફૂલોની સુંદર ડિઝાઇન ‘બટરફ્લાય થીમ‘ના મોતીના વર્કવાળા આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને વિવિધ પ્રકારના ફળો કેળા, સફરજન, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ, સંતરા, દાડમ અને ચીકુ વગેરેનો ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7 શણગાર આરતીકોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારાકરવામાં આવી હતી. મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દિવ્ય દર્શન હજારો દર્શનાર્થીઓએ કરી ધન્યતા અનુભવી હતી.