અનીલ અંબાણી જુથ વિરૂધ્ધ ઈડીની કાર્યવાહી : રૂા.૩૦૮૪ કરોડની સંપત્તિ જપ્ત
એજન્સી) નવી દિલ્હી તા.૩:
અનિલ અંબાણી અને તેમના રિલાયન્સ ગ્રુપ સામે મની લોન્ડરિગની તપાસ વધુ તીવ્ર બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. અનીલ અંબાણી ગ્રુપની વિવિધ કંપનીઓની આશરે રૂ.૩,૦૮૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિગ નિવારણ અધિનિયમ (ઁસ્ન્છ)ની કલમ ૫(૧) હેઠળ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ જપ્તીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં પાલી હિલ સ્થિત તેમનું નિવાસસ્થાન પણ શામેલ છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ ૩,૦૮૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આમાં મુંબઈના પાલી હિલમાં અનિલ અંબાણીનું ઘર અને દિલ્હી, નોઈડા, મુંબઈ, ગોવા, પુણે, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ફલેટ, પ્લોટ અને ઓફિસનો સમાવેશ થાય છે.


