અમદાવાદના ઘાટલોડીયાની નેશનલ સ્કુલ બહાર વિદ્યાર્થી પર હુમલો : પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના ઘાટલોડીયાની નેશનલ સ્કુલ બહાર વિદ્યાર્થી પર હુમલો : પોલીસે તપાસ હાથ ધરી

(બ્યુરો)          અમદાવાદ તા.૧૯
અમદાવાદમાં ફરી એક વાર સેવન્થ-ડે સ્કુલ જેવી ઘટના બની છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ઘાટલોડીયામાં આવેલી નેશનલ સ્કુલના શાળાના વિદ્યાર્થી પર શાળાથી ૧૦૦ મીટર દુર કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો. જેમાં વિદ્યાર્થીને ઈજા થઈ છે. આ મામલે નેશનલ સ્કુલના સંચાલકે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, બહારથી આવેલા લોકોએ વિદ્યાર્થીને માર માર્યો છે. વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપીને બહાર જતા હતા ત્યારે આ બનાવ બન્યો છે. વિદ્યાર્થીને માથામાં કડુ મારવામાં આવતા તેને ઈજા થઈ છે. ઘાટલોડીયા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.