અમેરીકામાં આરએસએસ પર પ્રતિબંધ મુકવાની માંગણી

અમેરીકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગે સંઘના નેતાઓને સન્માન ન આપવા જણાવ્યું

અમેરીકામાં આરએસએસ પર પ્રતિબંધ મુકવાની માંગણી
AI Image

(એજન્સી)         વોશિંગ્ટન તા.ર૦
અમેરિકામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ બુધવારે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતા આયોગ એટલે કે USCIRF દ્વારા કરવામાં આવી છે.
USCIRFના અધિકારીઓએ અમેરિકી સરકારને RSS નેતાઓને રાજદ્વારી સન્માન ન આપવા અને તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન કરવા જણાવ્યું છે. આયોગના ચેરમેન આસિફ મહેમૂદે કહ્યું કે પીએમ મોદી RSSના સભ્ય છે અને RSSના સહયોગી સંગઠનોએ ધામિર્ક લઘુમતીઓ પર હુમલા કર્યા છે. મહેમૂદનું આ નિવેદન RSS પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસના થોડા દિવસો પહેલા આવ્યું છે.