“આર્ત્મનિભર ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓનું હસ્તકલા થકી આત્મવિશ્વાસી યોગદાન : ગ્રામ્ય મહિલાઓએ સરકારના સહયોગ, તાલીમ, પ્રોત્સાહન સાથે મોતી કામની કલાએ રચી આત્મસર્ભરતાની માળા

હસ્તકલા દ્વારા ગ્રામ્ય વિસ્તારના મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવતા મહેઝબીનબેન : મંડળની બહેનો દર મહિને લગભગ ૧૦ હજારથી વધુ આવક મેળવી પોતાના ઘરપરિવારનું સ્વાભિમાનપૂર્વક ગુજરાન ચલાવી રહી છે

“આર્ત્મનિભર ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓનું હસ્તકલા થકી આત્મવિશ્વાસી યોગદાન : ગ્રામ્ય મહિલાઓએ સરકારના સહયોગ, તાલીમ, પ્રોત્સાહન સાથે મોતી કામની કલાએ રચી આત્મસર્ભરતાની માળા

રાજકોટ તા.૭
બદલાતા સમયમાં “આર્ત્મનિભર ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓનું હસ્તકલા થકી આત્મવિશ્વાસી યોગદાન રહ્યું છે. ગ્રામ્ય મહિલાઓએ સરકારના સહયોગ, તાલીમ, પ્રોત્સાહન સાથે મોતી કામની કલાએ આત્મસર્ભરતાની માળા રચી ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓની મહત્વની ભૂમિકા બની છે. વર્તમાન બજાર સુલભતાથી પરંપરાગત કલાને આવકનું સશક્ત સાધન બનાવી રહ્યા છે. ત્યારે વાત કરીએ થોડા સમય પૂર્વે રાજકોટમાં કુટિર અને હસ્તકલા મેળો-૨૦૨૬ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓથી આવેલા કલાકારોએ પોતાના કલા પ્રદશિર્ત કરી હતી. આ અવસરે સુરતના વતની અને મોતીકામ કરતા મહેઝબીનબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અનુભવ વિશે વાત કરતા કલાકાર મહેઝબીનબેને જણાવ્યું હતું કે, “મારી કારકિર્દીની શરૂઆત મોતી કામ- એટલે કે બીડ વર્કથી થઈ હતી. શરૂઆતમાં હું નાની નાની વસ્તુઓ બનાવતી હતી, આજે હું મોતીમાંથી તોરણ, લટકણ, ઝુમર, ઘર સજાવટની વિવિધ વસ્તુઓ તેમજ મહિલાઓ માટે ઘરેણાં તૈયાર કરૂં છું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓને સ્વરોજગારી આપવાના હેતુસર સખી મંડળોની રચના કરવામાં આવે છે. જેમાં મેં અમારા વિસ્તારની બહેનો સાથે નોંધણી કરાવી હતી. શરૂઆતમાં ૧૦ જેટલી બહેનો મારી સાથે કામ કરતી હતી આજે અમારે ત્યાં આ પ્રકારના ૧૦ સખી મંડળો કાર્યરત છે. જેમાં અનેક બહેનો રોજગારી મેળવી રહી છે અને પગભર બની છે.” મહેઝબીનબેન દેશભરમાં યોજાતા હસ્ત અને કુટિર મેળાના પ્રદર્શનોમાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરે છે, અને તેમના સાથે જોડાયેલી બહેનો દર મહિને લગભગ ૧૦,૦૦૦ જેટલી આવક મેળવી પોતાના ઘરપરિવારનું સ્વાભિમાનપૂર્વક ગુજરાન ચલાવી રહી છે. મહેઝબીનબેનને મહિલાઓના સશક્તિકરણ અને સતત કાર્ય બદલ કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ-૨૦૨૦ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ જ તો છે વર્તમાન ગુજરાતની તસવીરપ જેમાં કોઈ બહેન સિલાઈ કામથી સ્વાવલંબન હાંસલ કરે છે, તો કોઈ ભરતકામ કે હસ્તકલા દ્વારા પોતાની ઓળખ બનાવી રહી છે. ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રચાયેલા સખી મંડળો તથા કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના સતત માર્ગદર્શનના પરિણામે આજે ગ્રામ્ય વિસ્તારના મહિલાઓને સ્વરોજગારીનો મજબૂત મંચ મળ્યો છે. મહેઝબીનબેન જેવા અનેક મહિલાઓ સરકારની યોજનાઓનો યોગ્ય લાભ લઈ આત્મવિશ્વાસ સાથે મોતીકામની કલા થકી અનેક બહેનોને આર્ત્મનિભરતાના પથ થકી ઘણા પરિવારોના જીવનમાં આત્મવિશ્વાસ સાથે ર્સ્વનિભરતાનો પથદર્શક સાકાર કર્યો છે.