ઈટાલીની શાળામાં બુરખા, નકાબ પર પ્રતિબંધ
(એજન્સી) મીલાન તા.રપ
ઇટાલીના વડાપ્રધાન જ્યોજિર્યા મેલોનીની સરકારે સ્કૂલો માટે નવા નિયમોને મંજૂરી આપી છે. આ હેઠળ સ્કૂલોમાં બુરખા અને નકાબ જેવા આખા ચહેરાને ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧,૦૦૦ યુરો એટલે કે આશરે ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ગમાં ૩૦ ટકા સુધી મર્યાદિત કરવામાં આવી છે. જોકે, હિજાબ એટલે કે માથું અને વાળ ઢાંકતા સ્કાર્ફ પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જો ચહેરો ઢાંકનાર વિર્દ્યાથિની સગીરા હોય, તો દંડ તેના માતા-પિતા પર ફટકારી શકાય છે.


