ઉજ્જૈનના મહાકાલ મંદિર પરીસરમાં ભાગદોડની સ્થિતિ : અનેક ઈજાગ્રસ્ત
(એજન્સી) ઉજ્જૈન તા.૧૭
આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિર પરીસરમાં પણ ભારે ભાગદોડની સ્થિતિ સર્જાઈ ગઈ હોવાના અહેવાલો છે. મહાકાલ મંદિર પરીસરમાં આવેલ નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન માટે શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. અને એક તબક્કે સ્થિતિ બેકાબુ જેવી બની જતાં લોકોમાં ભારે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. કોઈનું મૃત્યુ થયું હોવાની વિગતો હજુ બહાર આવી નથી. જ્યારે મહાકાલ મંદિર પરીસરની વહીવટી સમિતિએ તત્કાલ એવું નિવેદન બહાર પાડયું છે કે, લોકો અફવાઓ ઉપર ધ્યાન આપે નહીં, સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.


