ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું : ૭ લાપતા

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું : ૭ લાપતા

(એજન્સી)  રિયાધ તા.૧૮

દેશનાં કેટલાંક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવા છતાં ઉતર ભારતનાં રાજયોમાં વરસાદી તાંડવ તથા વાદળ ફાટવાની ઘટનાઓ ચાલૂ રહી છે. દહેરાદુન બાદ આજે ઉતરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા આફત સર્જાઈ છે. તેમાં અનેક મકાનો તણાઈ ગયા હતા. ૭ લોકો લાપતા બન્યા હતા. વ્યાપાર તારાજી સર્જાઈ હતી હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ગત મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં સાત લોકો ગુમ થયા હતા. જેમાંથી બેને બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને પાંચી શોધખોળ હજુ ચાલુ છે.