એકાદશી શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફળોનો અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.11
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત તા.11-7-2026 શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને દિવ્ય શણગાર સાથે કેરી, કેળાં અને તરબૂચ વગેરે ફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 07:00 શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દિવ્ય દર્શન હજારો દર્શનાર્થીઓએ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર પરિસર જય કષ્ટભંજનદેવના નારાઓથી ગુંજી ઉઠયું હતું.


