એપેસ્ટિન ફાઈલ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ૧૦ લાખથી વધુ વખત આવ્યું

નવા ખુલાસાથી અમેરીકાના રાજકારણમાં ખળભળાટ

એપેસ્ટિન ફાઈલ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ૧૦ લાખથી વધુ વખત આવ્યું

(એજન્સી)     વોશિંગ્ટન, તા.૧૨: 
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો અનુસાર, કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટાઈન સાથે જોડાયેલી અપ્રકાશિત ફાઇલોમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ‘૧૦ લાખથી વધુ વખત‘ હોવાનો દાવો અમેરિકી સાંસદો દ્વારા કરવામાં આવ્યો છે. આ ખુલાસાએ અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
અમેરિકી સાંસદ જેમી રાસ્કીને અપ્રકાશિત દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ દાવો કર્યો છે કે જેફરી એપસ્ટાઈનના કેસ સાથે જોડાયેલા કાગળોમાં ટ્રમ્પનું નામ અસંખ્ય વખત આવ્યું છે. આ દસ્તાવેજો સૂચવે છે કે ટ્રમ્પ અને એપસ્ટાઈન વચ્ચેના સંબંધો અગાઉ માનવામાં આવતા હતા તેના કરતા ઘણા ઊંડા હોઈ શકે છે. આ ઉપરાંત, એફ.બી.આઈ. ના દસ્તાવેજોમાં એક પોલીસ ચીફના હવાલાથી એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પને એપસ્ટાઈનની હરકતો વિશે અગાઉથી જાણ હતી તે એકમ યુકેના અંગ્રેજી મીરર અખબારમાં પ્રસિદ્ધ થયું છે.