કેન્દ્ર સરકારનું આક્રમક વલણ : વોટ્સએપનાં સ્કેમમાં વપરાતા ડિવાઈસને બ્લોક કરવા આદેશ
નવી દિલ્હી તા. ર૧
છેલ્લા કેટલાક સમયથી ‘ડિજિટલ અરેસ્ટ‘ના નામે નિર્દોષ લોકોને લૂંટવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ સ્કેમમાં સ્કેમર્સ વૉટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ જાેખમને જાેતા ભારત સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને વૉટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે. હવે માત્ર એકાઉન્ટ નહીં, આખું ડિવાઇસ બ્લોક થશે. ગૃહ મંત્રાલય હેઠળની સાયબર વિંગ 'ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C)' ના રિપોર્ટ બાદ આ ર્નિણય લેવાયો છે. સ્કેમર્સ વારંવાર નવા નંબરથી એકાઉન્ટ બનાવી લેતા હોય છે, તેથી હવે તેમના ફોનની ઓળખ એટલે કે Device ID પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે. વૉટ્સએપ પર સ્કાઈપ જેવા સુરક્ષા ફીચર્સ લાગુ કરવા પર વિચારણા ચાલી રહી છે. IT રૂલ્સ 2021 હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી સુરક્ષિત રાખવા પર ભાર મૂકાશે, જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી રહે. ખતરનાક APK ફાઈલો અને નકલી એપ્સને ઓળખીને તેને બ્લોક કરવાની યોજના છે.


