કેશોદ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની થયેલ ઉજવણી

જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં હસ્તે ધ્વજવંદન કરાયું

કેશોદ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની થયેલ ઉજવણી

જૂનાગઢ તા. ર૬
૭૭ માં પ્રજાસત્તાક પર્વની આજે દેશભરમાં સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની  ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજવંદન સહીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.  રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી રાજયકક્ષાએ અને તાલુકા કક્ષાએ કરવામાં આવતી હોવાનાં ભાગરૂપે આજે જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્ર ગીતનું ગાન, પરેડ નિરીક્ષણ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા. પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ ભારત દેશને  આઝાદી આપવામાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ જનસુખાકારીની યોજનાની માહિતી આપી હતી. આ તકે સ્વાતંત્ર્ય સેનાની, તેમના પરિવારજનોનું સન્માન પણ કરાયું હતું.  
૭૭માં પ્રજાસત્તાક પર્વની કેશોદ ખાતે થયેલ ઉજવણીનાં કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી, જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રનાં અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણી, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહયો હતો.  જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ આજરોજ ૭૭માં  પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજવંદન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.