ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે બનેલો બનાવ દિકરાની દારૂની ટેવથી ત્રસ્ત માતા-પિતાએ તેની હત્યા કરી

માતાએ બળજબરીથી એસીડ પીવડાવ્યું : પિતાએ ગળાટૂંપો આપ્યો

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે બનેલો બનાવ દિકરાની દારૂની ટેવથી ત્રસ્ત માતા-પિતાએ તેની હત્યા કરી
મૃતક

ગોંડલ તા.3
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
દારૂની કુટેવને કારણે ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા-પિતાએ આ ભયાનક કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, મૃતક રામ બાબુભાઈ બાંભવાને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. 30 જૂનના રોજ પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.