જીએસટીની રાહતો હવે ખતમ થઈ રહી છે : એસી, બાથવેર, કુકવેર એપ્લાયનસીસ મોંઘા થશે

જીએસટીની રાહતો હવે ખતમ થઈ રહી છે : એસી, બાથવેર, કુકવેર એપ્લાયનસીસ મોંઘા થશે

એજન્સી)            મુંબઇ, તા.૩
ત્રણેક મહિના પૂર્વે જીએસટી ઘટાડાથી અનેકવિધ ચીજો સસ્તી થયા બાદ આ રાહતો ધીમે-ધીમે સરભર થવા સાથે ગ્રાહકોને ડામ મળવાનું શરુ થઇ ગયું છે. હવે કોપરમાં ભાવવધારાને કારણે એરકંડીશન, ક્નઝયુમર ડયુરેબલ, રસોડાના વાસણો સહિતની ચીજો મોંઘી થવાની સંભાવના છે. કોપરમાં ૨૦૦૯ પછીની સૌથી મોટી તેજી થઇ છે અને વૈશ્વિક ભાવ ૧૨૦૦૦ ડોલર વટાવી ગયો છે. ક્નઝયુમર ડયુરેબલ, રસોડાની ચીજો, બાથવેર (ન્હાવાની પ્રોડક્ટ)માં કોપર તથા તેને સંલગ્ન ધાતુનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. કોપરમાં મોટી તેજીને પગલે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને માર્જીન જાળવવા જુદી-જુદી ચીજોમાં ભાવવધારો કરી શકે છે. સુત્રોના કહેવા પ્રમાણે અનેક કંપનીઓ આયાતી અને લોકલ ઉત્પાદિત કોપર વાપરે છે છતાં તેનો ભાવ તો વૈશ્વિક ધોરણે જ નક્કી થતો હોય છે. કોપર તથા એલ્યુમીનીયમના ભાવ રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયા છે. જ્યારે કુકવેર (રસોડાની ચીજો) તથા એપ્લાયન્સીઝના ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો કરવાનું જાણીતી કુકવેર બ્રાન્ડ વંડરશેકના સીઇઓ રવિ સકસેનાએ જણાવ્યું હતું.