જૂનાગઢ ખાતે શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન

શ્રી સોરઠીયા વાળંદ જ્ઞાતિની જગ્યા, શ્રી જગન્નાથ મંદિર ગંધરપ ફળિયા ખાતેથી તા.16/7/2026 ગુરૂવારના રોજ બપોરે 3:30 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી, બહેન શુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે

જૂનાગઢ ખાતે શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન

જૂનાગઢ તા.14
જૂનાગઢ ખાતે શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ આયોજન શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. આ 22મી રથયાત્રા શ્રી સોરઠીયા વાળંદ જ્ઞાતિની જગ્યા શ્રી જગન્નાથ મંદિર ગંધરપ ફળિયા ખાતેથી નીકળશે જેનો કાર્યક્રમ આ મુજબ છે. તા.16/7/2026 ગુરૂવારના રોજ બપોરે 3:30 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી, બહેન શુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અને ફરી જગન્નાથજી મંદિર છાયા બજાર ખાતે સંપન્ન થશે. જેમાં સાધુ, સંતો, ભાવિકો તેમજ રાજકીય મહાનુભાવો જાેડાશે. આ રથયાત્રામાં ભાવિકો તેમજ ધર્મપ્રેમી જનતા જાેડાશે.
તા.14/7/26ના રોજ મંગળવારે સાંજે 5:00 વાગે વાંજાવાડ ખાતે આવેલ ખરડેશ્વર મહાદેવ મંદિરથી  જળયાત્રા તેમજ વસ્ત્રછાબની યાત્રા નીકળી જગન્નાથ મંદિરે આવશે. તેમજ તા. 15/7/2026નાં સવારે 8:00 વાગ્યાથી વિષ્ણુયાગ યજ્ઞ તેમજ સાંજે 7 થી 9 ભગવાન સત્યનારાયણની કથા, પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. 
તા.16/7/2026 ગુરૂવારના રોજ સવારે ભગવાન શ્રી જગન્નાથજી બળદેવજી તેમજ સુભદ્રાજીનું અમૃત સ્નાનમાં રૂા.50,000ની કિંમતના કિલોવાળા મધથી અભિષેક કરવામાં આવશે. તેમજ શણગાર, ભોગ, મહા આરતી યોજાશે. બપોરે 3:30 કલાકે ભવ્ય રથયાત્રા પ્રયાણ કરવામાં આવશે. જેમાં રથયાત્રા પ્રયાણ પૂર્વે એક શાસ્ત્ર વિધિ જેને પહીદ વિધિ કહેવામાં આવે છે. આ પહીદ વિધિમાં ખાસ ચાંદીની સાવરણીથી માર્ગોને સાફ કરવામાં આવશે તેમજ ભગવાનનાં ત્રણેય સ્વરૂપને વિવિધ રથગાડીઓમાં સ્થાન આપી પ્રયાણ કરવામાં આવશે. આ યાત્રા પૂર્વે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. જેમાં સાધુ સંતો, ભાવિકો તેમજ રાજકીય મહાનુભાવો જાેડાશે.
છાંયાબજાર ખાતે આવેલ જગન્નાથજી મંદિરથી આ ભવ્ય યાત્રા નીકળશે જેનો રૂટ છે જગન્નાથ મંદિરથી થઈ સેજના ઓટા, લીમડા ચોક દિવાન ચોક માલીવાડા, આઝાદ ચોક થઈ અને મહાત્મા ગાંધી રોડ ઉપર આવશે. ત્યાંથી કાળવા ચોક થઈ જવાહર રોડ થઈ જગન્નાથ મંદિર પૂર્ણ થશે.
જગન્નાથજી ભગવાન સહીત ત્રણેય સ્વરૂપની શોભાયાત્રા નીકળ્યા બાદ ફરી જગન્નાથ મંદિરે ત્રણેય સ્વરૂપને સ્નાન વિધિ, શૃંગાર વિધિ, દર્શન ભોગ પ્રસાદ તેમજ મહાઆરતી કરવામાં આવશે જેનો લાભ ભાવિકો લેશે.
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનની પૂજા વિધિ બાદ ભોગ પ્રસાદ ધરી અને ભાવિકો માટે વાંઝાવાડ ખાતે આવેલ શ્રી ખરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદ(ભોજન )આપવામાં આવશે. જેમાં પ્રસાદનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લેશે. દર સાલ મુજબ આ પ્રસાદનો લાભ ત્રણથી ચાર હજાર ભાવિકો લે છે.
ભગવાન જગન્નાથજીને તેનો પ્રિય પ્રસાદ જેને હાંડી પ્રસાદ કહેવામાં આવે છે. હાંડીપ્રસાદ એટલે જેમાં ચોખાને બાફી પછી શુધ્ધ ઘીમાં તજ, લવિંગનો વઘાર કરી તેમાં બાફેલા ચોખા, સુકા મેવા, સાકર, કેસર યુક્ત હાંડી પ્રસાદ બનાવવામાં આવે છે. તેની સાથે સીંગદાણા, રેવડી, ફણગાવેલા મગ સાકર સહિત હોય છે.
જગન્નાથજીનાં વાઘા (વસ્ત્રો):
ભગવાન જગન્નાથજી, બળદેવજી તેમજ બહેન શુભદ્રાજીનાં ખાસ વાઘા બનાવવામાં આવે છે. તેમજ તેનાં ખાસ મુગુટ, હાર, હાથનાં આભુષણો વિશિષ્ટહોય છે.
પૂજાવિધિ :
જગન્નાથજી મંદિરનાં પૂજારી હિતેશભાઈ વ્યાસ આ ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમની પૂજા શાસ્ત્રોક અને સનાતન પરંપરા મુજબ વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવશે.
રથયાત્રા માં ફ્લૉટ :
આ રથયાત્રામાં કુલ 3 રથ હશે. જેમાં 1 રથ જગન્નાથજીનો જેનું નામ "નંદિઘોષ "છે. બીજો રથ બળદેવજીનો છે. તેનું નામ "તાલધ્વજ" છે. જયારે શુભદ્રાજીનાં રથનું નામ "દેવીદલન" છે. આ ત્રણ રથની સાથોસાથ બીજાં ફ્લૉટ તેમજ વિવિધ સત્સંગ મંડળ, ધાર્મિક મંડળ તેમજ રાસ મંડળીસહીત ઇસ્કોન મંડળ પણ જાેડાશે.
ભગવાન જગન્નાથજી મંદિર તેમજ ધાર્મિક આસ્થા :
આ જગન્નાથજી મંદિર એક પોરાણિક છે. અને આશરે 250વર્ષ  જૂનું નવાબી શાસન કાળનું છે.
આ જગન્નાથ સહીતનાં સ્વરૂપની પ્રતીમાં "કલ્પવૃક્ષ" નામક ઝાડનાં થડ માંથી બન્યાનું જણાય છે. અને લોક વાયકા મુજબ આ 3 પ્રતીમાં ઓરિસ્સાનાં જગન્નાથ મંદિરેથી આવ્યાંનું કહેવાય છે. આટલાં વર્ષ બાદ પણ પ્રતીમાં અખંડ છે. 
વડીલોનાં કથન મુજબ એ સમયે ભગવાન નો પ્રસાદ હાંડી (મટકી )માં બનતો હતો. અને પ્રસાદ બન્યા બાદ આ મટકીનાં 4 ભાગ થઈ જતાં હતાં. ભગવાનનાં ઘણાં સ્વરૂપ છે. જેમાં માત્ર જગન્નાથજીને અર્ધ હસ્ત (અડધા હાથ)છે. જેની પોરાણિક કથા છે. શાહિ સ્નાનમાં સુગંધિત દ્રવ્યો, પંચાંમૃત જળ, દૂધ સહીત થી કરાવવામાં આવે છે. ભગવાનનાં રથને દોરડાં વડે હંકારાય છે. અને તે પણ ધીમે, ધીમે હંકારાય છે. તેમાં કોઇ તાકાત કે અહંકારનાં હોવો જાેઈએ.
એક સમયે વડીલો આ રથયાત્રા બળદગાડામાં કાઢતાં હતાં. જેનો રૂટ હતો. જગન્નાથ મંદિરે થી શરૂ કરી દામોદર કુંડ સુધી હતી અને ત્યાંથી પરત ફરતી હતી. આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, હિંદુ જાગરણ મંચ સહીત હિંદુ સંગઠન જાેડાશે.
આ જગન્નાથ રથયાત્રામાં ઘણાં ભાવિકો તેની શ્રદ્ધા વ્યક્ત કરવાં દૂરથી આવે છે. જેમાં જેતપુર થી લગભગ 15 વર્ષથી દોશીભાઈ નામનાં ભાવિક જે કૃષ્ણ ભાવ સાથે કૃષ્ણ ભગવાનની વેશભુષા ધારણ કરી કીર્તન કરે છે. તેમજ અમદાવાદથી દક્ષાબેન મહેતાં પણ ઘણાં વર્ષોથી રથયાત્રામાં ખાસ હાજરી આપે છે.
શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટી, પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી, ઉપપ્રમુખ ધનશુખભાઈ ચુડાસમા, મંત્રી રાજેન્દ્રભાઈ ચુડાસમા તેમજ રથયાત્રાની કાર્ય સંકલન સમિતિ મનસુખભાઈ વાજા, જયેશભાઇ કુબાવત, સંદીપભાઈ પેથાણી, આવળભાઈ ખટાણા, ભદ્રેશભાઈ પરમાર, પ્રફુલ્લભાઈ ચુડાસમા, સાગરભાઈ વાજા સહીતનાં આ ભવ્ય રથયાત્રાની કામગીરી કરી રહેલ છે. 

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા વિશેષ..
જૂનાગઢ ખાતે નીકળનારી ભવ્ય જગન્નાથ રથયાત્રાની વિશેષ વિગત નીચે પ્રમાણે છે.
જેમાં તા. 14-7-26 મંગળવારે સાંજે ખરડેશ્વર વાડી છે જળ યાત્રા નીકળશે જે જગન્નાથ મંદિરે પૂર્ણ થશે જેમાં બહેનો જાેડાશે.
તા.15-7-2026 બુધવારે સવારે આઠ વાગ્યાથી ચાર સુધી વિષ્ણુ યાગ યજ્ઞ થશે. તેમજ સાંજે 8 થી 9 સત્યનારાયણ ભગવાનની કથા, પ્રસાદભોગ આયોજન કરવામાં આવેલ છે.
તા.16-7-26 સવારે ભગવાન જગન્નાથજીનું તેમજ બળદેવજી સુભદ્રાનું સ્નાન વિધિ કરવામાં આવશે તેમજ શણગાર, સિંગાર,આરતી, પ્રસાદ અર્પણ થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે સાધુ સંતો ભાવિકો તેમજ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથ નગર યાત્રા એ ભવ્ય રથયાત્રારૂપે નીકળશે.
ત્યારબાદ નગરયાત્રાએ ફરી જગન્નાથજી ભગવાનને ફરી નિજ મંદિરે સ્થાન આપવામાં આવશે તેમજ આઠ વાગ્યે ફરી સ્નાન સિંગાર પૂજા વિધિ આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદ વાંજાવાળ ખરડેશ્વર મંદિરે આપવામાં આવશે.
તેમજ રૂટ ઉપર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે જેમાં અંદાજે 100 કિલો જેટલો પ્રસાદ વિતરણ થશે. જેમાં 25 કિલો સિંગદાણા, 25 કિલો સાકર, 25 કિલો રેવડી તેમજ 25 કિલો મગનો પ્રસાદ તૈયાર કરી રથયાત્રા રૂટ ઉપર વિતરણ કરવામાં આવશે. તેમજ ભગવાનના સ્નાનમાં 50,000ના કિલોવાળું મધનો ઉપયોગ કરવામાં આવશે.
આ રથયાત્રામાં કુલ ત્રણ રથ અને ચોથો રથ ઇસ્કોન મંદિર દ્વારા આવશે તેમજ ત્રણ બેન્ડ પાર્ટી એક ડીજે સહિતનાએ સાથે સત્સંગ મંડળ સહિત જાેડાશે અને ભાવિકો ભગવાનના રથને દોરડા વડે ખેંચશે. જેમાં જગન્નાથ અને શુભદ્રાજીનાં રથ ને દોરડાં વડે ખેંચશે. આ રથયાત્રામાં પોલીસ તંત્ર સલામતીના ભાગરૂપે તહેનાત રહેશે.