જૂનાગઢ : રાધારમણ દામોદર મંદિરે નાગપંચમીની ઉજવણી
જૂનાગઢ તા. ૧૭
નાગપંચમીના દિવસે જૂનાગઢના ગિરનાર રોડ ઉપર આવેલા શ્રી રાધા દામોદરજી મંદિરે શ્રી બળદેવજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બળદેવજી શેષનાગનું સ્વરૂપ હોવાથી નાગપંચમીના દિવસે તેમના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે અહીં મુખ્યત્વે ખીરનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે.


