જ્યાં માનવી ત્યાં સુવિધા મુસાફરોની વધતી માંગ-સુવિધા ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજકોટ-ગાંધીનગર એસટીની એસી સીટર બસ સેવાનો ધારાસભ્ય દશિર્તાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા લીલી ઝંડી બતાવી શુભારંભ કરાયો
એસટી બસો સુવિધાસભર અને સલામત છે હું ખુદ ગાંધીનગર જતી વખતે એસટી બસની સેવાનો ઉપયોગ કરૂ છું નાગરિકોને સરકારી બસનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય દશિર્તાબેન શાહ
રાજકોટ તા.ર૧
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે, જ્યાં માનવી ત્યાં સુવિધા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોની વધતી માંગને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-ગાંધીનગર વચ્ચે નવી એ.સી. સીટીંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય દશિર્તાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દશિર્તાબેન શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની એસ.ટી. બસો સુવિધાસભર અને સલામત છે હું ખુદ ગાંધીનગર જતી વખતે એસટી બસની સેવાનો ઉપયોગ કરૂ છું. ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ બસ પોર્ટ ખાતે મુસાફરોની સુવિધા માટે રાજકોટ બસ સ્ટેશન ખાતે નવી પૂછપરછ બારી પણ શરૂ કરાઈ છે, જેનો મુસાફરોને લાભ લેવા મારો ખાસ અનુરોધ છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર વચ્ચે ચાર વોલ્વો બસ સેવા ચાલુ છે, ત્યારે આજથી પાંચમી એ.સી. બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો રાજકોટની જનતા વતી આભાર વ્યક્ત કરૂ છું કે લોકલાગણીને ધ્યાને રાખીને આ બસ સેવા શરૂ કરાવી. અત્યાર સુધી વોલ્વો બસ સેવા સવાર સાંજના ચાલુ હતી, જે હવે બપોરના પણ શરૂ થઈ ગઈ છે. જેથી મુસાફરો કોઈ પણ સમયે રાજકોટ-ગાંધીનગર આવ-જા કરી શકશે. આ બસ સેવા ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નેહરુનગર અને રાણીપ માર્ગે પસાર થઈ ગાંધીનગર પહોંચશે. રાજકોટથી દરરોજ સાંજે ૪:૦૦ કલાકે પ્રસ્થાન કરી રાત્રે ૯:૦૦ કલાકે ગાંધીનગર પહોંચશે, જ્યારે ગાંધીનગરથી સવારે ૭:૩૦ કલાકે પ્રસ્થાન કરી બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ પહોંચશે, જેનું એક તરફનું ભાડું રૂા.૪૫૨ રહેશે. સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એ.સી. બસનો વિકલ્પ ઉપલબ્ધ બનતાં નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓને વિશેષ લાભ મળશે. આ તકે પ્રવાસી બંસી સવાણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું નિરમા યુનિવસિર્ટીમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કરૂ છું, હું મોટા ભાગે એસ.ટી.ની બસ દ્વારા જ મુસાફરી કરૂ છું. આ બસનો સમય એકદમ યોગ્ય છે, સિટિંગ અરેંજમેન્ટ કમ્ફર્ટેબલ છે, એ.સી. પણ નોર્મલ હોય છે તેમજ કેમેરા હોવાથી વધુ સુરક્ષિતતા અનુભવાય છે અને ર્ચાજિંગની સુવિધા પણ છે, સ્વચ્છતા અને મહિલાઓ માટેની સિટિંગ વ્યવસ્થા એકદમ સરસ છે. આ અવસરે રાજકોટ એસ. ટી વિભાગ નિયામક એચ. એસ. જોશી, રાજકોટ એસ. ટી. ડેપો મેનેજર (વોલ્વો) એન. વી. ઠુંમર, રાજકોટ એસ.ટી. ડેપો મેનેજર ઘનશ્યામ ચગ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એસી બસનો વિકલ્પ મળતા પ્રવાસીઓને મોટો ફાયદો મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન વિભાગ દ્વારા આજથી રાજકોટ-ગાંધીનગર વચ્ચે નવી એસી સીટીંગ.બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટથી ગાંધીનગર વચ્ચે પહેલીવાર એસી સીટર બસ દોડાવવાનો ર્નિણય લેવાયો છે, સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એસી બસનો વિકલ્પ મળતા નોકરીયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને જે મુસાફરો-પ્રવાસીઓને મોટો ફાયદો થશે, તેમ એસ.ટી.ના વિભાગીય નિયમકશ્રીએ જણાવ્યું હતું કે, આ બસ ચોટીલા હાઈવે-સાયલા-લીંબડી-બગોદરા-ઈસ્કોન- નેહરૂનગર-રાણીપ વાયા ગાંધીનગર પહોંચશે. રાજકોટથી દરરોજ સાંજે ૧૬:૦૦ કલાકે પ્રસ્થાન થશે અને રાત્રે ૨૧:૦૦ કલાકે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરથી રાજકોટ સવારે ૭.૩૦ કલાકે પ્રસ્થાન કરી આ બસ બપોરે ૧૨.૩૦ કલાકે રાજકોટ પહોંચશે. મુસાફરોએ આ બસમાં મુસાફરી માટે રૂા.૪૫૨ ભાડું ચૂકવવાનું રહેશે.


