ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી
૧૦૪૯ લોકો સામે અટકાયતી પગલા લેવાયા : જીલ્લામાં ૧પ ચેકપોસ્ટ કાર્યરત : ૪૩૩માંથી ૩રર હથીયાર જમા લેવાયા
ગીર સોમનાથ તા. ૧૦
સ્થાનીક સ્વરાજયની આગામી ચુંટણીને લઈને ગીર સોમનાથ જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જીલ્લામાં ૧પ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.
જેમાં ૩ આંતર રાજય, પ આંતર જીલ્લા, ૭ આંતરીક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. સઘન વાહન ચેકીંગ સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જીલ્લામાં ૪૩૩માંથી ૩રર હથીયારો જમા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૧૦૪૯ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. ૪૦ હીસ્ટ્રીશીટરો ઉપર પોલીસ નજર રાખી રહી છે. પ્રોહીબીશન હેઠળ ૯૧ રેડ, જુગાર પર ૩ રેડ તેમજ લાખો રૂપિયાનો દારૂ સહીતનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. આગામી ર૬ એપ્રીલે યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચુંટણી દરમ્યાન શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે.




