ડો. સુભાષ યુનિવર્સિટીમાં ગીતા જયંતિની ઉજવણી

ડો. સુભાષ યુનિવર્સિટીમાં ગીતા જયંતિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧
ડો. સુભાષ યુનિવર્સિટીના ગ્રંથાલય વિભાગ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ગીતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરવામાં આવ્યું અને સૌએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. આ અવસર પર સ્કૂલ ઓફ સાયન્સના ડો. ધર્મેશ શેરીઠિયા દ્વારા શ્રિમદ્ ભગવદ ગીતા: “Philosophy for Today’s World – Gyan, Karma, and Dharma” વિષય પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગીતા દર્શનના આધારે જ્ઞાન, કર્મ અને ધર્મના સિદ્ધાંતોને આજના યુગમાં કેવી રીતે જીવનમાં અમલમાં મૂકી શકાય તે બાબતે સરળ અને અસરકારક સમજ આપી અને ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની દિશા બતાવતું શાશ્વત જ્ઞાન છે એવું જણાવ્યું. સારી વિચારસરણી, નૈતિકતા અને ફરજપ્રતિ નિષ્ઠા જેવા મૂલ્યો જીવનમાં કેટલા મહત્વના છે તે તેમણે વિશેષરૂપે સમજાવ્યું. ડો. સુભાષ યુનિવર્સિટીના ગ્રંથાલય વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સૌને આધ્યાત્મિક બળ, નૈતિક મૂલ્યો અને જીવનદર્શનમાં નવી પ્રેરણા આપતો સાબિત થયો. ડો. સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડો. દીપક પટેલએ સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી અને ગ્રંથાલય વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.