દ્વારકાધીશ જગતમંદિરમાં આજે અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે

જગત મંદિરમાં સાંજે પાંચથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવ : દેવકીજીના મંદિર પાસે આવેલસ્થંભ સાથે રથ અથડાવાથી વાદળો બંધાય અને સારો વરસાદ થાય છે લોકમાન્યતા

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧પ
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાઘીશ જગતમંદિર ખાતે આજે બુધવારે અષાઢી બીજનો ઉત્સવ પરંપરાગત ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અષાઢી બીજ નિમિતે જગતમંદિરમાં જગન્નાથપુરીની માફક રથયાત્રા ઉત્સવ પ્રસંગે કાળિયા ઠાકોરના બાળસ્વરૂપને ચાંદીના રથમા બેસાડી મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવશે. પુજારી નેતાજી એ જણાવ્યું કે શાસ્ત્રોક પરંપરા મુજબ વર્ષ માં એક જ વખત શ્રીજીના બાળસ્વરૂપને ગર્ભગૂહમાંથી બહાર નીકળીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. શ્રીજીનું બાળસ્વરૂપને જગતમંદિર પરિસરમાં રથમાં બેસાડી મંદિરની ચાર પરિક્રમાં કરાવામાં આવે છે. શ્રીજીની દરેક પરીક્રમા વખતે પરીક્રમાં પુર્ણ થયા બાદ ભોગ સામગ્રી તથા આરતી કરવામાં આવે છે. શ્રીજીની ચોથી અંતીમ પરીક્રમાં પૂર્ણ થયા બાદ શ્રીજીના રથને જગતમંદિર પરીસરમાં આવેલ દેવકીજીના મંદિર પાસે આવેલ સ્થંભ સાથે અથડાવામાં આવે છે. લોકવાયકા મુંજબ શ્રીજીના રથ સ્થંભ સાથે અથડાવાથી વાદળો બંધાય છે. અને સારો વરસાદ થાય તેવી લોકમાન્યતાં છે. આ ધાર્મીક પ્રસંગે શ્રીજીને દિવ્યરથ પર યાત્રા કરવાનું સવિશેષ મહત્વ હોય છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેચે છે. ભગવાન તેના જીવનરથનું દોરડું ખેચે છે. આ પ્રસંગે હજારો ભાવિકો એ અષાઢીબીજની ઉજવણી શ્રીજીની સંગ સાથે દર વર્ષ ભાવિકો તેમજ પુંજારી પરીવાર દ્વારા ઉજવવા માં આવે છે. આ રથયાત્રા આજે બુધવારના સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિરમાં ઉજવવામાં આવશે.