દ્વારકા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧પર હેઠળ નોટીસ એક સપ્તાહમાં મુદ્દાવાર પૂર્તતા કરવા જણાવાયું

દ્વારકા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧પર હેઠળ નોટીસ એક સપ્તાહમાં મુદ્દાવાર પૂર્તતા કરવા જણાવાયું
AajTak

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૯
નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને દ્વારકાના પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મામલે ફરી એકવાર નોટીસ ઈશ્યુ કરી અલગ અલગ છ મામલે એક સપ્તાહમાં પૂર્તતા કરવા નોટીસ ફટકારતા ચકચાર ઉઠી છે. દ્વારકા નજીકના નાગેશ્વર ખાતે આવેલ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને આશરે દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા નોટીસ ફટકારી ૨પ-૧૧-૨૦૨૫ ના હાજર રહેવા જણાવ્યા બાદ તાજેતરમાં ફરી એકવાર એસડીએમ દ્વારા મંદિરના ટ્રસ્ટીને નોટીસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા જણાવાયું છે. એસડીએમ દ્વારા મુદ્દાવાર માંગવામાં આવેલ વિગતોમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય યાત્રીકોની ભારે ભીડભાડ રહેતી હોય મંદિરમાં અંદર ચલાવવામાં આવતી કોમર્શીયલ દુકાનો અંગે પરમીશન લીધી હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. બીજા મુદ્દામાં નાગેશ્વર ગામના સ.નં.૧૨૩ વાળી જમીન હાલ રેવન્યુ રેકર્ડ અનુસાર સરકારી ખરાબો હોય સદર જમીન પર નાગેશ્વર મંદિર આવેલ હોય સદર જમીનની માલીકી ટ્રસ્ટની હોય તો તેના માલિકીના આધાર રજૂ કરવા તેમજ મંદિર બનાવવાની પરમીશનના આધારો સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ તેમજ મંદિરની બાજુમાં વસવાટ માટે બનાવેલ ભવનની માલીકી તથા પરમીશનના આધારો રજૂ કરવા જણાવાયું છે. ત્રીજા મુદ્દામાં મંદિરની બાજુમાં આવેલ નવા સર્વે નં.૧૨૪ વાળી જમીન પર આવેલ ટોયલેટ ખાસ કરીને મહિલા ટોયલેટ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનું અને તેનું ડીસ્ચાર્જ ખુલ્લી જગ્યામાં કરાતું હોવાનું જણાવી પ્રદુષણ અને રોગચાળાની શકયતા જાેતાં ટોયલેટ કોના દ્વારા બનાવવામાં આવેલ હોવાની અને ટોયલેટના ઉપયોગ બદલ કેટલો ચાર્જ લેવામાં આવે છે. 
તેના આધારા પૂરાવા અને ટ્રસ્ટ દ્વારા કોઈ ટોયલેટ બનાવવામાં આવેલ હોય તો તેની વિગતો માંગવામાં આવી છે. મુદ્દા નં.૪ માં નાગેશ્વર ગામના સર્વે નં. ૧૨૪વાળી તળાવની જમીન પર શનિદેવ મંદિર કોના દ્વારા અને કયારે બનાવેલ છે અને મંદિર બનાવવાના પરમિશનના આધાર પૂરાવા સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ સાથે રજૂ કરવા જણાવાયું છે. મુદ્દા નં.૫ માં મંદિર સામે ટ્રાફીકમાં વાહનો પાર્ક થાય છે ત્યારે મંદિરની આગળની બાજુ નવા સર્વે નં. ૧૧૬ વાળી જમીન પર કોમર્શીયલ દુકાનોને કારણે ટ્રાફીક તથા વાહનોના પાર્કીંગની સમસ્યાઓ ઊભી થતી હોય સદર સરકારી જમીન પર ઊભી કરાયેલ દુકાનો ટ્રસ્ટની માલીકીના આવેલ હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. મુદ્દા નં. ૬ માં મંદિરની બાજુમાં આવેલ નવા સ.નં.૪૪૪ વાળી જમીન પર રેસ્ટોરન્ટ બનાવેલ છે તેના માલીકીના આધાર પૂશ્રાવા તેમજ રેસ્ટોરન્ટ લેઆઉટ પરવાનગી, બાંધકામ પરમીશન, રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. પ્રમાણપત્ર તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી વિગેરે આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. ઉપરોકત તમામ છ મુદ્દાઓની તથ્યતા તપાસવા અંગે આગામી તા.૦૩-૧૨-૨૦૨૫ ના સવારે ૧૧:૦૦ કલાકે મુદ્દત રાખવામાં આવી છે.