મનરેગાના સ્થાને આજથી દેશભરમાં વીબી-જી રામ-જી યોજના લાગુ

મનરેગાના સ્થાને આજથી દેશભરમાં વીબી-જી રામ-જી યોજના લાગુ

(એજન્સી)         નવીદિલ્હી તા.1
કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર વ્યવસ્થામાં મોટો ફેરફાર કરીને વિકસીત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ 2025 (વીબી-જી રામ જી એકટ)ને આજથી એટલે કે 1 જુલાઈથી લાગુ કરી દીધો છે. તે સાથે જ સરકારે નવી ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત મજૂરીના ભાવોમાં પણ વધારો કર્યો છે. હવે દેશમાં સરેરાશ દૈનિક મજૂરી 298.8 રૂપિયાથી વધીને 327.4 રૂપિયા થઈ ગઈ છે એટલે કે સરેરાશ 28.6 રૂપિયાનો વધારો કર્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયે મંગળવારે નવા મજૂરી દરોની સૂચના જાહેરી કરી હતી. નવા દરો 1 જુલાઈથી દેશના બધા 34 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને મજૂરી ક્ષેત્રોમાં લાગુ થઈ ગઈ છે.