નાઈજીરીયામાં આતંકવાદી હુમલો ૧૬રનાં મોત
સોકોટો (નાઈજીરિયા) તા.૬
પશ્ચિમ નાઈજીરિયામાં ઈસ્લામિક આતંકવાદીઓએ બે ગામો પર કરેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૧૬૨ લોકોના મોત થયા છે. આ હુમલો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં થયેલા સૌથી લોહિયાળ હુમલાઓ પૈકીનો એક હોવાનું એક સાંસદે જણાવ્યું હતું.
સ્થાનિક સાંસદ મોહમ્મદ ઓમર બાયોના જણાવ્યા અનુસાર, કવારા રાજ્યના ‘વોરો‘ અને ‘નુકુ‘ ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા સશસ્ત્ર જૂથ ‘લાકુરાવા‘ દ્વારા કરવામાં આવ્યો છે. જાેકે, હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.


