પંજાબમાંથી ર.પ કિલો આરડીએકસ સાથે ૪ ખાલીસ્તાની આતંકવાદીઓ ઝડપાયા

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં હુમલો કરવાની યોજના હતી

પંજાબમાંથી ર.પ કિલો આરડીએકસ સાથે ૪ ખાલીસ્તાની આતંકવાદીઓ ઝડપાયા

(એજન્સી)     લુધિયાણા,તા.૨૪:
દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે પંજાબમાંથી આઈએસઆઈ સર્મથિત ચાર આતંકીઓ ઝડપાયા છે. તેમની પાસેથી અઢી કિલોગ્રામ ઇડ્ઢઠ અને બે ગેરકાયદે પિસ્તોલથી બનેલું એક શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સ જલંધરના સંયુક્ત ઓપરેશનમાં હોશિયારપુર પોલીસે પ્રતિબંધિત સંગઠન  બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
આ અંગે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દિલજોત સિહ, હરમન સિહ ઉર્ફે હેરી ઉર્ફે હેરી, અજય ઉર્ફે મેહરા અને અર્શદીપ સિહ ઉર્ફે અર્શ કંડોલા તરીકે થઈ છે. આ બધા આરોપીઓ નવાંશહર જિલ્લાના રાહોં વિસ્તારના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા વિસ્ફોટકોનો ઉપયોગ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આતંકવાદી હુમલા માટે કરવાનો હતો.
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિગ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનથી દાણચોરી કરીને આવતા વિસ્ફોટકો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ માહિતીના આધારે જાણવા મળ્યું છે કે  રાહોન વિસ્તારના આ શંકાસ્પદોને પ્રજાસત્તાક દિવસ દરમિયાન મોટો હુમલો કરવા માટે શસ્ત્રો અને વિસ્ફોટકો પૂરા પાડવામાં આવ્યા હતા. આ  શંકાસ્પદો ઘણા દિવસોથી છુપાયેલા હતા  અને નક્કર માહિતી મળ્યા બાદ, તેમની ધરપકડ કરવામાં આવી હતી.