પવિત્ર શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગતગોકુલ આઠમ-શ્રીકૃષ્ણજન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન-તડામાર તૈયારી

પવિત્ર શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગતગોકુલ આઠમ-શ્રીકૃષ્ણજન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન-તડામાર તૈયારી

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૩
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની દાદાને અનેક વિધ દાદાને શણગાર-અન્નકૂટ કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત-શ્રાવણવદ-આઠમ શ્રીકૃષ્ણજન્મોત્સવનિમિત્તે તા.૪-૯-૨૦૨૬ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનેમોરપીચ્છનો દિવ્ય શણગાર કરવામાં આવશે એવં સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી કરવામાં આવશે એવં અન્નકૂટ ધરાવશે. શ્રીકૃષ્ણજન્મોત્સવ નિમિતે તા.૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૯ થી ૧૨  કલાક દરમિયાનમટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડીજેના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.રાત્રે ૯ કલાકે દરમ્યાન રાસગરબા સાંસ્કૃતિક કાર્યક્રમ -રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રીકૃષ્ણજન્મોત્સવની આરતી કરવામાં આવશે. ભવ્ય આયોજનની ચાલતી પૂર્વ તૈયારીઓ હાલ ચાલી રહી છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી, દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૮-૨૦૨૬ થી તા.૧૧-૯-૨૦૨૬ સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારૂતિનું સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમ્યાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે ૪:૩૦ થી ૭ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાદિર્ક આમંત્રણ છે.