પહેલગામ સહિતની આતંકવાદી હુમલાઓની ઘટના છતાં જમ્મુ કાશ્મીરમાં ર૦રપમાં ૧.૭૮ કરોડ પ્રવાસીઓ આવ્યા
(એજન્સી) જમ્મુ તા.૩:
પહેલગામમાં થયેલાં જઘન્ય આતંકી હુમલાં ઉપરાંત સુરક્ષા સંબંધિત ઘટનાઓ તથા કુદરતી આફતો છતાં જમ્મુ-કાશ્મીરના ૨૦૨૫માં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રહેવા પામી છે. જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, ૨૦૨૫માં ૧.૭૮ કરોડ પ્રવાસીઓએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી છે. સોમવારથી શરૂ થયેલા બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના સભ્યોને સંબોધતા સિહાએ જણાવ્યું હતું કે, સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતોના પડકારો છતાં, કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૨૫માં ૧.૭૮ કરોડ પ્રવાસીઓ આવ્યાં હતાં.


