બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા ઉના તાલુકા પુર અસર ગ્રસ્ત ગામો જઈ ફુડ પેકેટ વિતરણ કર્યું 

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા ઉના તાલુકા પુર અસર ગ્રસ્ત ગામો જઈ ફુડ પેકેટ વિતરણ કર્યું 

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૮
ઉના તાલુકામાં શનિવાર અને રવિવારે બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો રાવલડેમ છલકાઈ ગયો હતો અને છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા તેથી રાવલ નદીમાં ઘોડા પુર આવ્યું હતું નદીનું પાણી ગાંગડા, માલણ, સનખડા, ખત્રીવાડા ગામોમાં ઘૂસી ગયા હતા લોકોના મકાનમાં કમર ડૂબ પાણી ભરાઈ જતા ઘર વખરી અનાજ બધું પલળી ગયું હતું. અસરગ્રસ્ત ગામોના લોકો માટે ઉના અને મહુવા બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિરના મુખ્ય સ્વામી અખંડમંડલ સ્વામીના માર્ગદર્શન હેઠળ ટીંબી, ઉટવાળા, ગાંગડાના હરિ ભક્તો દ્વારા ઉનાના મામલતદાર બી. કે. ભીમાણીના માર્ગ દર્શન હેઠળ ૧૦૬૦થી વધુ ફૂડ પેક્ટ બનાવી અસરગ્રસ્ત ગામોમાં વરસતા વરસાદમાં રૂબરૂ જઈ લોકોને ઘરે ઘરે જઈ આપી માનવ સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે.