બાંગ્લાદેશમાં પૂરપ્રકોપ, ભૂસ્ખલનની ઘટનાઓમાં 54ના મોત, 10 લાખ લોકોને અસર

બાંગ્લાદેશમાં પૂરપ્રકોપ, ભૂસ્ખલનની ઘટનાઓમાં 54ના મોત, 10 લાખ લોકોને અસર

(એજન્સી)           ઢાકા,તા.14:
બાંગ્લાદેશમાં સર્જાયેલી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. દક્ષિણપૂર્વ બાંગ્લાદેશમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આફતને કારણે કોક્સ બજાર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.ઉલ્લેખનીય છે કે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધારે નુકસાન રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં થયું છે. જો કે અતિવૃષ્ટિના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે અનેક લોકો, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પણ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.